મોસ્કો: રશિયા(Russia)ની રાજધાની મોસ્કો(Moscow)માં કોરોના વાયરસથી બચવા માટે રસીકરણ(Vaccination) ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હાલ કોરોના વાયરસની રસી (Corona vaccine) એવા લોકોને આપવામાં આવી રહી છે જેમના સંક્રમિત થવાનું જોખમ સૌથી વધુ છે. રશિયા સ્વદેશી રસી સ્પૂતનિક વી(Sputnik V)નો ઉપયોગ કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈજ્ઞાનિકોનો દાવો- આ દવાથી માત્ર 24 કલાકની અંદર Covid-19ના દર્દીઓ સાજા થઈ જશે


આ અગાઉ માસ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામમાં હેલ્થ વર્કર્સ અને શિક્ષકોને પ્રાથમિકતાવાળી શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. મોસ્કોના કોરોના વાયરસ ટાસ્કફોર્સે શનિવારે કહ્યું કે રશિયાના માસ કોવિડ-19 ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ સ્પૂતનિક વી રસીને 70 ક્લિનિક્સમાં વહેંચાઈ રહી છે. 


ટાસ્કફોર્સે કહ્યું કે રશિયામાં બનેલી રસી સૌથી પહેલા ડોક્ટરો, મેડિકલ વર્કર્સ, શિક્ષકો અને સોશિયલ વર્કર્સને આપવામાં આવશે કારણ કે તેમના પર આ બીમારીનું જોખમ સૌથી વધુ છે. 


Corona Vaccine: કોરોના રસી પર ખુશખબર, Pfizer એ ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી


રશિયામાં શનિવારે શરૂ થયેલા કોરોના વાયરસ સંક્રમણ રસીકરણ માટે ઉચ્ચ જોખમવાળા સમૂહોમાં સામેલ હજારોની સંખ્યામાં ડોક્ટરો, શિક્ષકો અને અન્ય લોકોએ હસ્તાક્ષર કર્યા. રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ત્રણ દિવસ પહેલા મોટા પાયે કોવિડ-19 રસીકરણ અભિયાન શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ આ રસીકરણ શરૂ થયું છે. જો કે રશિયામાં બનેલી આ રસીના જરૂરી ઉન્નત અધ્યયન તો હજુ બાકી છે જે સ્થાપિત વૈજ્ઞાનિક પ્રોટોકોલ મુજબ તેની પ્રભાવશીલતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે. 


રસીકરણ માટે મોસ્કોમાં શનિવારે 70 કેન્દ્ર ખોલવામાં આવ્યા
રશિયન નેતાએ બુધવારે કહ્યું હતું કે સ્પૂતનિક વીના 20 લાખ ડોઝ આગામી દિવસોમાં ઉપલબ્ધ થશે. આ રસીકરણ માટે મોસ્કોમાં શનિવારે 70 કેન્દ્ર ખોલવામાં આવ્યા. 


ડોક્ટરો, શિક્ષકો અને સ્થાનિક કર્મચારીઓને તેના માટે પોતાનો સમય નિર્ધારિત કરવાનું કહેવાયું છે. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનીને કહ્યું કે ગણતરીના કલાકોમાં પાંચ હજાર લોકોએ હસ્તાક્ષર કર્યા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube